30:51
Jun 27, 2021
3
5
'1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન - કરી મહત્વની જાહેરાત. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર મહિનાના અંત સુધી લંબાવવામાં આવી. 80 કરોડથી વધુ ગરીબોને પાંચ કિલો ઘઉં કે ચોખા નિઃશુલ્ક પૂરા પડાશે - તો દરેક પરિવારને દર મહિને એક કિલો ચણા પણ વિના મુલ્યે આપવામાં આવશે - પ્રધાનમંત્રીએ કહ્યું સમગ્ર દેશમાં વન નેશન વન રેશન કાર્ડની વ્યવસ્થા પણ થઇ રહી છે. 2. પ્રધાનમંત્રીએ કહ્યું ગત ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના 31 હજાર કરોડ તો નવ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા - આ ઉપરાંત ગામડાઓમાં શ્રમીકોને રોજગાર આપવા માટે \"પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન\" તેજ ગતિએ શરૂ કરાયુ - આ માટે સરકાર 50 હજાર કરોડ રૂપિયા કરી રહી છે ખર્ચ 3. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આપણે સાવધાનીઓ વર્તીને આર્થિક પ્રવૃત્તિને આગળ ધપાવીશું - આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત કામ કરીશું તો લોકલ માટે વોકલ બનીશુ - પ્રધાનમંત્રીએ સૌને બે ગજની દૂરીનું પાલન કરવા, માસ્ક પહેરવા અને બેદરકારી ના દાખવવા કરી અપીલ 4. લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી- ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી, સાબરકાંઠા, મહિસાગર, રાજકોટ, નવસારી, ડાંગ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ - ધરતી પુત્રોમાં છવાયો આનંદ. બોટાદ, જામનગર અને દ્વારકામાં વીજળી પડતા કુલ સાત લોકોના મોત. 5. અનલોક 2 અંતર્ગત ગુજરાતમાં રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો - તો હોટલો અને રેસ્ટોરેન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાહિતમાં લીધો નિર્ણય- જો કે કેન્દ્રના દિશા નિર્દેશ મુજબ રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ. તો કેન્દ્ર સરકારે જાહેર કર્યા અનલોક ટુના દિશા નિર્દેશ- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધ્યું 6. રાજ્યમાં સુરત બાદ વડોદરામાં સતત વધી રહ્યુ છે કોરોના સંક્રમણ. એક જ દિવસમાં સૌથી વધુ 52 કેસ નોંધાયા તો બે દર્દીઓના સારવાર દરમિયાન મોત. ભરુચમાં ફરી આઠ કેસ નોંધાતા આંકડો 300ની નજીક પહોંચ્યો. સૌરાષ્ટ્રમાં જામનગરમાં વધુ આઠ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસનો આંક 200ને પાર. 7. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેંક શરુ કરવામાં આવી. 1200 બેડની કોવિડ હોસ્પિટલને મળી પ્લાઝમા બેંક. અત્યાર સુધીમાં 30થી વધુ પ્લાઝમા ડોનર દ્વારા કરાયુ રક્તદાન.પ્લાઝમા કલેક્શનથી કોવિડ-19ની સારવારમાં મળશે રાહત. 8. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ વધીને થયો 59.06 ટકા - એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 15 હજારથી વધારે - વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડ બે લાખને પાર - 5 લાખ 4 હજારથી વધારે લોકોના કોરોનાને કારણે મોત - WHOએ વ્યક્ત કરી મહામારી વધવાની સંભાવના. 9.ભારત-ચીન વિવાદ મામલે આજે કોર કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક ચાલુ. - લદાખના ચુશુલમાં બેઠક - બન્ને પક્ષોમાં પ્રથમ તબક્કાની બેઠકમાં થયેલા કરારોને લાગુ કરવા પર વિચાર વિમર્શની અપેક્ષા. ફ્રાંસના રક્ષામંત્રીએ ભારતને ટેકો જાહેર કર્યો. 10.ગેરકાયદેસર હથિયાર ખરીદી કૌભાંડમાં ATSને મળી વધુ એક સફળતા. 14 લોકોની ધરપકડ કરીને દોઢ કરોડની કિંમતના હથિયારો કર્યા જપ્ત. અગાઉ પણ ATS દ્વારા એક કરોડથી વધુના હથિયારો કરાયા હતા જપ્ત. તપાસમાં થઇ શકે છે અનેક ચોંકાવનારા ખુલાસા.'See also:
comments